મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, સલાટવાસ, ધાવડી માતાજીના મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા નવ શકુનીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, સલાટવાસ, ધાવડી માતાજીના મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી મનોજભાઇ દેવજીભાઇ ઇન્દરીયા, નરેશભાઇ દેવશીભાઇ સારલા, પ્રદેશભાઇ દેવજીભઇ ઇન્દ્રીયા, કમલેશભાઇ અમરશીભાઇ ખરા, ઇકાભાઇ અબ્રામભાઇ મુંધવા, કાદરભાઇ બચુભાઇ ભરવાડીયા, જગમાલભાઇ રતીલાલ ઇન્દરીયા, ભરતભાઇ કરશનભાઇ ઇન્દરીયા, અરવિંદભાઇ મુળુભાઇ પરમાર રહે બધા નવા જાંબુડીયા તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.