મોરબીમાં સ્વામિનારાયણ મંદિર વાળી શેરી ખત્રીવાડ શેરી નં -૦૨ ના નાકાં નજીક તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં સ્વામિનારાયણ મંદિર વાળી શેરી ખત્રીવાડ શેરી નં -૦૨ ના નાકાં નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી હસમુખભાઇ બળવંતભાઇ ચૌહાણ, કિશનભાઇ દિનેશભાઇ ઝીંઝુવાડીયા, શીકંદરભાઇ હુસેનભાઇ શેખ, અકબરભાઇ જમાલભાઇ સીપાઇ, રહીમભાઇ હુસેનભાઇ રાઠોડ રહે બધા મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૬,૨૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી તમાંમ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.