મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ

Advertisement
Advertisement
Advertisement

પોસ્ટલ સેવાઓ, આધાર નોંધણી અને રોકડ વ્યવસ્થાપનની સમીક્ષા કરી; નવા મકાન માટે જમીન ફાળવણી તેમજ મહાનગરપાલિકાના માધ્યમથી પત્રકોના વિતરણ અંગે આપ્યા મહત્વપૂર્ણ સૂચનો

નાગરિકોને ઘર આંગણે મળતી ટપાલ અને જાહેર સેવાઓની ગુણવત્તા વધુ સઘન બને તથા પ્રક્રિયા વધુ પારદર્શક બને તે હેતુથી મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ તથા ટંકારા પોસ્ટ ઓફિસની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.

કલેક્ટરએ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ટપાલ બુકિંગ, વિતરણ વ્યવસ્થા, રોકડ વ્યવસ્થાપન તેમજ આધાર નોંધણી અને આધાર સંબંધિત સેવાઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ઉત્કૃષ્ટ સેવાઓની પ્રશંસા કરી તેનો વ્યાપ વધુ વધારવા સૂચન કર્યું હતું. પોસ્ટ ઓફિસમાં નાગરિકોની અવરજવર અને સુવિધાઓને ધ્યાને રાખીને યોગ્ય જગ્યાની આવશ્યકતા પર ભાર મૂકતા કલેક્ટરએ નવા મકાન માટે યોગ્ય જગ્યા કે જમીનની માંગણી કરવા પોસ્ટલ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત, ટપાલ વિભાગની વિવિધ સેવાઓ અંગે જનજાગૃતિ વધે તે માટે મહાનગરપાલિકાના માધ્યમથી જરૂરી પત્રકોનું વિતરણ કરવા અંગે પણ સૂચનો કરાયા હતા. મોરબી મુલાકાત બાદ કલેક્ટર એ ટંકારા પોસ્ટ ઓફિસની પણ મુલાકાત લીધી હતી અને નાગરિકોને વધુ કાર્યક્ષમ તથા સુલભ સેવાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમિયાન રાજકોટ પોસ્ટલ ડિવિઝનના સહાયક અધિક્ષક અધિકારી તથા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્ટર વર્ષાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW