મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી, હળવદ અને વાંકાનેરના ૩ ગામો માટે રૂ. ૨૨.૯૮ લાખના પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને નવા કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર

જિલ્લાના જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો, ક્લોરિનેશન કામગીરી અંગે સમીક્ષા કરાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ તેમજ ‘પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાના ૩ ગામોમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા અર્થે બોર સરકામ, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને નવા કૂવા નિર્માણ સહિત કુલ રૂ. ૨૨,૯૮,૩૯૦ ના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, ડેમોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો તથા પાણીનું નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW