મોરબી: ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર સંવત ૨૦૮૩ના પ્રારંભે દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભકામનાઓની આપ-લે કરવા મોરબી-માળિયા વિધાનસભા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારોહ આગામી તા. ૨૨ નવેમ્બર, રવિવારના રોજ સાંજે ૪થી ૭ કલાક દરમિયાન મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા તેમજ વડાપ્રધાનના જાહેર જીવન અને શાસનનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ સ્નેહમિલન સમારોહમાં વડીલોનું માર્ગદર્શન મેળવવા સાથે કાર્યકરો અને આગેવાનો વચ્ચે પરસ્પર સંબંધો વધુ ગાઢ બને તેવો હેતુ છે.
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા ભારતીય જનતા પાર્ટી ૬૫-મોરબી માળિયા વિધાનસભા પરિવાર દ્વારા આ સમારોહમાં ઉપસ્થિત રહેવા સૌ કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સમારોહ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.







