મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાના દિઘડીયા ગામે ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

દિઘડીયા ગામની મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર અને આંગળવાડી મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું

મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ હળવદ તાલુકાના દિઘડીયા ગામ ખાતે ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરી હતી. આ દફતર તપાસણી દરમિયાન ગામતળ નક્શો, દરેક ગામ નમૂના નંબરના રેકોર્ડ તથા ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ રેકોર્ડ રજીસ્ટરની જીણવટ પૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના સરકારી ખરાબા વિસ્તારની પ્રત્યક્ષ સ્થળ ચકાસણી કરી હતી. આ ઉપરાંત ગામલોકો સરકારી યોજનાઓ વિશે જાણે અને વધુમાં વધુ લોકો લાભ લઈ સુવિધાયુક્ત અને સુખાકારી જીવન જીવી શકે તે માટે હાજર અધિકારીશ્રીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ગામની મુલાકાત દરમિયાન ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ હાજર ડૉક્ટર સાથે ગામ લોકોનું જીવન સ્વાસ્થપૂર્ણ બને તે અંગે ચર્ચા કરી હતી ત્યારબાદ ગામની આંગળવાડીની પણ મુલાકાત લઈ આંગળવાડી વર્કર સાથે બાળકોને આંગળવાડીમાં કરવામાં આવતી પ્રવૃતિ અંગે ચર્ચા કરી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW