ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા મોરબી જિલ્લાના વિવિધ તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓની તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલીમ યોજવામાં આવી, આ તાલીમમાં CDHO મેડમ ડો.કવિતા જે.દવે દ્વારા તાલીમની શરુઆતમાં કાર્યક્રમને અનુરુપ માર્ગદર્શન આપેલ ત્યારબાદ એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.દિપક બાવરવા દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમિક તમાકુના વ્યસનનુ પ્રમાણ, અટકાયતી પગલા, તમાકુ નિયંત્રણ કાર્યક્રમનો હેતુ, તમાકુ છોડવા માટેના ઉપાયો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ અને કાર્યક્રમના અંતે સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા શાળાના આચાર્યશ્રીઓને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ મુકત શાળા અભિગમ કેળવવા તથા તે અંગે ખાસ પોતાની શાળામાં એક અભિયાન ચલાવવા માટે માહિતગાર કર્યા હતા અને અંતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ આચાર્યશ્રીઓને શપથ લેવડાવવામાં આવેલ.