મોરબી રાજપર રોડ ઉપર રહેણાંક મકાનમાં ભોંયરામાં છુપાવેલો ઈગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેતી મોરબી એલસીબી
મોરબી રાજપર રોડ, મારૂતિ સુઝુકીના વર્કશોપની પાછળ ઓમ સાંઈ લાઈટની સામે આરોપીના રહેણાંક મકાનમાં બનાવેલ ભોંયરામાંથી ઈંગ્લીશ દારૂ/ બીયરનો ૪,૬૯,૭૦૦ નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી રાજપર રોડ, મારૂતિ સુઝુકીના વર્કશોપની પાછળ ઓમ સાંઈ લાઈટની સામે આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે. શકત શનાળા નીતીનનગર સોસાયટી તા.મોરબી વાળાએ રહેણાંક મકાનમાં ભોંયરું બાનાવી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪૪ કિં રૂ.૪,૬૭,૩૦૦ તથા બીયર ટીન નંગ -૨૪ કિં રૂ. ૨૪૦૦ મળી કુલ કિં રૂ.૪,૬૯,૭૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા સ્થળ પર હાજર ન મળી આવતા મોરબી એલસીબી પોલીસે તેની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.