ભારત સરકાર પુરસ્કૃત શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- પાટણ સંચાલિત તથા મોરબી ના દાતાશ્રી ના સહયોગ થી મોરબી જીલ્લા ના દિવ્યાંગો માટે નિદાન તથા સાધન સહાય કેમ્પ નુ મોરબી તાલુકા ના રવાપર ગામે ઉમા હોલ ખાતે તા: 15/3/23 બુધવાર સવારે 10:00 થી 4:00 સુધી આયોજન કરવામા આવેલ છે
આ કેમ્પ મા અસ્થિવિષયક દિવ્યાંગ વ્યકિત નુ નિદાન કર્યા બાદ જરુરીયાતમંદો ને ટ્રાયસિકલ, વ્હીલ ચેર, જયપુરી ફુટ, બગલ ઘોડી, વોકર સ્ટીક વગેરે સાધનો વિના મુલ્યે આપવામા આવશે .
મોરબી જીલ્લા ના દિવ્યાંગો એ જરુરી ડોકયુમેન્ટ સાથે રાખી કેમ્પ નો લાભ લેવા માટે નિલેશભાઇ કાલરીયાા, હિરેનભાઇ ભટાસણા, અરવિંદભાઇ વાસદડીયા વિનંતી સહ આમંત્રણ પાઠવે છે
તમામ કેમ્પ ના લાભાર્થી માટે ભોજન ની વ્યવસ્થા કેમ્પ ના સ્થળે રાખવામા આવેલ છે