ગોસ્વામી સમાજ ના હિત ને વિકાસ માટે હવે ગુજરાત લેવલ નું મજબૂત સંગઠન બનાવો
દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્ન યોજાયા ભવ્યાતિભવ્ય દબદબાભેર આયોજન કરવા બદલ સમૂહલગ્ન ના આયોજકો ને મહાનુભાવો એ સન્માન કરી બિરદાવ્યા
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજીત ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્ન તા 11 ના રોજ મોરબી ના સમાકાંઠા વિસ્તાર માં ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણનગર ગ્રાઉન્ડ ખાતે યોજાયા હતા.કન્યાઓ ને કરિયાવર માં સોના ચાંદી ના આભૂષણો થી માંડી ગૃહ ઉપયોગી 85 ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. યુવક મંડળ દ્વારા પ્રથમવાર ભવ્યાતીભવ્ય ને દબદબાભેર આયોજન બદલ સમૂહલગ્ન માં ઉપસ્થિત મહાનુભાવો એ યુવક મંડળ ની ટીમ નું સન્માન કરી બિરદાવ્યું હતું.રાજકોટ ના નિવૃત પીએસઆઇ ને સમાજ ના આગેવાન સોમગીરી પ્રભાતગીરી ને તેની ટીમે આ યુવક મંડળ ના ભવ્ય આયોજન બદલ ટીમ ને જ્ઞાતિરત્નો નું સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ સમૂહલગ્ન માં ઉપસ્થિત રાજકોટ ના ડો મનીષભાઈ ગોસ્વામી એ જણાવ્યું હતું કે
સમગ્ર ગુજરાત ના ગોસ્વામી સમાજ ના હિત ને સર્વાંગી વિકાસ માટે ગુજરાત લેવલ નું મજબૂત એકતાનું સંગઠન બનાવો વધુ માં દંપતીઓ ને અને વાલીઓ ને જણાવ્યું હતું.ઘરમાં નાની નાની બાબતો ને મોટુ રૂપ ન આપો એકબીજા પ્રત્યે અહંકાર કે ઈર્ષા ન રાખો જેનાથી હવે સમાજ માં છુટા છેડા ના બનાવો વધતા જાય છે. મંડળો ને સંગઠનો માં હોદા ને પદ નો મોહ રાખ્યા વિના સમાજ ના હિત માં કામ કરો જેમ મોરબી યુવક મંડળ કરે છે. મોરબી રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન એ જણાવ્યું હતું કે ગોસ્વામી સમાજ એ સંતો મહંતો નો પરોપકારી ને કલ્યાણકારી સમાજ છે. આ સમૂહલગ્ન માં જોડાવવું એ મોટું સદભાગ્ય છે. કારણ કે સમૂહલગ્ન માં સંતો મહંતો ને સમાજ ના દંપતીઓ ને આશીર્વાદ મળે છે. વધુ માં શિક્ષણ પર ભાર મુક્તા જણાવ્યું હતું કે તમારા બાળકો ને વધુ ને વધુ ભણાવો,યુવાનો ને વ્યસન છોડવા તેમજ બહેનો ને ફેશન છોડવા ની ટકોર કરી પરિવાર માં સંસ્કારો ને મર્યાદા નું જતન કરો.આ સમૂહલગ્ન માં ઉપસ્થિત સંતો મહંતી મહાનુભાવો સમૂહલગ્ન ના સફળ આયોજન ને બિરદાવી દંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહલગ્ન માં રાજકોટ ના ગોસ્વામી સમાજ ના આગેવાન ડો મનીષ ગોસ્વામી સોમગીરી પ્રભાતગીરી, મુકેશગીરી દલપતગીરી, (ડેરીવડાળા) સંજયભાઇ ગોસ્વામી,ચેતનગીરી વાંકાનેરવાળા,રાષ્ટ્રીય અધ્યક્ષ સચીદાનંદજીગીરી,મોરબી દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરી, મોરબી ડીવાયએસપી પી એસ ગોસ્વામી,હસુબાપુ ભગવાગ્રુપ રાજકોટ, ચોટીલા ના મહંત દળવા રાંદલ મહંતો તેમજ મોરબી પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહી જણાવ્યું હતું.
ગોસ્વામી સમાજ એ ભગવાન શિવ સાથે સીધો નજીક થી એકમાત્ર સંકળાયેલ વિશ્વલેવલે પૂજનીય સમાજ છે. ગોસ્વામી સમાજ માં જન્મ લેવો એ ભાગ્ય ની વાત છે. આ સમૂહલગ્ન માં મોરબી, રાજકોટ,સુરેન્દ્રનગર,કરછ સહિત ગુજરાતભરના વિવિધ સંગઠનો,આગેવાનો, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્ન ને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી મંડળ ના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળદેવગીરી દેવગીરી, મંત્રી અમિતગીરી તથા નિતેષગીરી ખજાનચી એડવોકેટ હાર્દિકગીરી તથા દેવેન્દ્રગીરી સહિત યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી આ ભવ્ય આયોજન ને દીપાવી મોરબી ગોસ્વામી સમાજ નું ગૌરવ વધાર્યું હતું. ઠેર ઠેર સંગઠનો ને સમાજ ના આગેવાનો એ યુવક મંડળ ને અભિનંદન પાઠવ્યા હતા.