Saturday, January 25, 2025

ઈંગ્લેન્ડ – બાંગ્લાદેશ વચ્ચેની ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો

Advertisement

મોરબીના કાલીકા પ્લોટમાં ક્રિકેટ લાઈવ ગુરુ ઓનલાઇન એપ્લિકેશનમા ઈંગ્લેન્ડ – બાંગ્લાદેશ વચ્ચેની ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં શેરી નં -૪ માં આરોપી આશીફભાઈ ઉર્ફે ભાણો તૈયબભાઈ અઘામ (ઉ.વ.૨૭) એ ક્રિકેટ લાઇવ ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા ઇગ્લેન્ડ- બાંગ્લાદેશ વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર આરોપી બાબુભાઈ ટી.કે. રહે. મોરબી વાળા પાસેથી રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૨૦૦/- તથા આઇ ફોન મોબાઇલ કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ રૂ.૫૧,૨૦૦/-ના મુદામાલ સાથે આરોપી આશીફભાઈ ઉર્ફે ભાણો તૈયબભાઈ અઘામ (ઉ.વ.૨૭) રહે. મોરબી કાલીકા પ્લોટ વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી બાબુભાઈ ટી.કે. રહે. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW