માળીયામિંયાણાના વેણાસર પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ગાંધીનગરનો પ્રવાસ ખેડ્યો હતો જ્યાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા વેણાસર ગામની પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને ગાંધીનગર સચિવાલયની મુલાકાત કરાવી હતી ગાંધીનગર ખાતે પહોચતા જ શાળાની બસના દરવાજા પાસે ખુદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉભા રહીને સચિવાલય સુધી બસ લઈ ગયા હતા જ્યાં વિધાનસભા સચિવાલયની અંદર વિવિધ માહીતી સાથે મુલાકાત કરાવી હતી બાળકોએ સચિવાલયની મુલાકાત લઈને આનંદ અનુભવ્યો હતો જયારે ધારાસભ્યની સાદગી અને વિધાર્થીઓ પ્રત્યે લાગણી જોઈને શિક્ષકોએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો હતો