જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ અને પોકસો એક્ટ-૨૦૧૨ અંતર્ગત મોરબી જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.સી. ગોસ્વામીના અધ્યક્ષસ્થાને પોલીસ કર્મીઓની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તાલીમમાં ૭૦ જેટલા પોલીસ કર્મીઓને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ અને પોકસો એક્ટ-૨૦૧૨ હેઠળ કરવાની થતી કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં જિલ્લા સમાજ સુરક્ષા પ્રોબેશન ઓફિસરશ્રી ડૉ.મિલન પંડિત, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ.વિપુલ શેરશીયા, લીગલ ઓફીસરશ્રી રોશનીબેન તથા તમામ પોલીસ અધિકારીશ્રીઓ (મહિલા પોલીસ સ્ટેશન સહિત), ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરશ્રી, વુમન હેલ્પ ડેક્સના સભ્યો, સી ટીમના સભ્યો, એફ.એફ.ડબલ્યુ.સી.ના સભ્યો, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા એકમના તમામ સ્ટાફ સહિતનાઓએ હાજર રહી તાલીમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.