મોરબી એલ.સી.બી. પોલીસને સયુકતમા ખાનગી રાહે બાતમી મળેલ કે ધુળકોટ ગામની સીમ, આમરણ થી ધુળકોટ જવાના જુના કાચા માર્ગે વોકડામાં જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા આઠ ઇસમો ઇરફાન ઉર્ફે કરીમભાઇ બશીરભાઇ બુખારી, કાદરભાઇ અબ્દુલભાઇ બુખારી, વાલજીભાઇ અરજણભાઇ પરમાર, દાઉદભાઇ ઇશાભાઇ ભટ્ટી, રવિદાસ બચુદાસ ચૌહાણ રહે. પાંચે આમરણ, તા.જી. મોરબી. તથા વિપુલભાઇ શિવલાલભાઇ જાલરીયા, સીદીકભાઇ આમદભાઇ લકીરા, સલેમાનભાઇ કાસમભાઇ કટીયા રહે. ત્રણે બેલા (આમરણ) તા.જી.મોરબી વાળાને રોકડા રૂ.૧૭,૯૦૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવેલ છે.