ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર આયોજીત જીલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી વડોદરા સંચાલિત “ આઝાદી કા અમૃત મહોત્સવ “ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨. વડોદરા મુકામે યોજાયેલ. જેમાં ચિત્રકલા-બ વિભાગમાં મોરબી ની યુવતી *માનસી હસમુખભાઈ અમૃતિયા* એ *” પર્યાવરણ બચાવો “* ના વિષય ની ચિત્ર સ્પર્ધામાં પ્રદેશકક્ષાએ પ્રથમ નંબર મેળવીને મોરબી જીલ્લાનું તેમજ એમ.પી.પટેલ બી.એડ. કોલેજ, જોધપર નું ગૌરવ વધારેલ છે. તથા
નવયુગ બી. એડ. કોલેજની વિદ્યાર્થિની ચેલ્સી રાજપરા, એ નિબંધલેખન સ્પર્ધામાં *” જળ સંચય અને કરકસર એ જ જળસમસ્યાનો ઉકેલ છે. “* ના વિષયમાં જળનું મહત્વ સમજાવતાં જણાવેલ કે, વાણી અને પાણી વિચારીને વાપરીએ. વાણીનો વ્યય કરવાથી સંબંધો ખતરામાં અને પાણી નો વ્યય કરવાથી માનવ જીવન ખતરામાં. આથી જ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અને જળસંચયને નાગરિકો એ પોતાની ફરજ ગણી કુવા રિચાર્જ, ખેત તલાવડી, ચેકડેમ, વરસાદી પાણીના સંગ્રહકુંડ ની પ્રવૃત્તિને આપવો જોઈએ. તેમજ પ્રાકૃતિક સ્ત્રોતો પ્રત્યેનો અભિગમ બદલવાનો સમય આવી ગયો છે. અને પાણીના ઉપલબ્ધ સ્ત્રોતનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને પાણીના પુનઃ વપરાશ સંબંધી ટેકનીકનો વિકાસ કરવો જરૂરી બની ગયું છે. તેમ તેણે જણાવ્યું હતું. આ વિષયની લેખન સ્પર્ધામાં લીલાપર ની વતની, *ચેલ્સી સંજયભાઈ રાજપરા* એ બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલા છે. અને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાના યુવા ઉત્સવ માટે આ બંને વિદ્યાર્થીનીઓની પસંદગી થયેલ છે. આ તકે મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી, હિરલબેન વ્યાસ, જિલ્લા રમત ગમત અધિકારી, બી.વી. ચૌહાણ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, બી.એસ. નાકીયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી, એસ. ડી. વ્યાસ તથા શિક્ષકો તેમજ સબંધીઓએ અભિનંદન પાઠવેલ છે.