પરશુરામ ધામ મોરબી ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે ખાતમુહૂર્ત જિલ્લા કલેકટર જી ટી પંડ્યા રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ધીમંત વ્યાસ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે મોરબી મામલતદાર નિખિલભાઇ મહેતા, રાજકોટ બ્રહ્મ અગ્રણી જીતુભાઈ મહેતા, કચ્છ બ્રહ્મગ્રણી એડવોકેટ એચ. એલ. અજાણી હસુભાઈ પંડ્યા તેમજ બહોળી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલ ભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, અતુલભાઇ જોશી એ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદી એ કરેલું હતું