સંત કુટીર કબીર આશ્રમ ખાતે મહંત કરસનદાસ બાપુની પાવન નીશ્રામા ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ મોરબી જીલ્લા ઘટક ની સામાન્ય સભા મળી હતી
મોરબી જીલ્લા ધટકના પ્રમુખ દીલીપભાઇ શુક્લ અને મહામંત્રી પ્રવીણભાઈ શુક્લ ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નવા વર્તમાન કારોબારીની મુદત પૂરી થતાં નવી કારોબારી માટેઆ સામાન્ય સભા મળી હતી જેમ ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ મોરબી જીલ્લા ઘટક ના પ્રમુખ તરીકે રવીભાઇ કે ધુમલ, મહામંત્રી તરીકે મહેન્દ્રભાઇ કાંટીયા અને કોષાધ્યક્ષ તરીકે કરણભાઇ શુક્લ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ ઉપપ્રમુખ તરીકે સતીષભાઇ પુરાણી,પ્રકાશભાઈ પુરાણી, જગદીપભાઇ ગેડીયા અને પ્રવિણભાઈ જોગેલ તેમજ મંત્રી તરીકે કૂલદીપભાઈ પંડયા, ગંગારામ શુક્લ, ડાહ્યાભાઈ જોગેલ, પ્રવિણ શુક્લ અને અશોકભાઈ મુછડીયા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી