” *ઈસ્ટર* *સન્ડે* ”
ઈસ્ટર એટલે કે પુનરુથ્થાન. આખા વિશ્વમાં સૌથી વધારે વસ્તી આશરે 2.38 બિલિયન ધરાવતા ખ્રિસ્તી સમુદાયનો તહેવાર એટલે કે ઈસ્ટર સન્ડે .આ તહેવાર સ્પ્રિંગ ઋતુની શરૂઆતમાં આવે છે .આ તહેવાર પાછળ એક ચમત્કારી સ્ટોરી છે જેની પૃષ્ટિ પવિત્ર ગ્રંથ *બાઇબલ* આપે છે.
આજથી આશરે 2000 કે તેથી વધુ વર્ષ પહેલાં રોમન રાજાનું રાજ ચાલતું હતું .તેઓના શાસન દરમિયાન ઈસુ મસીહા પરમેશ્વરના સંદેશો ફેલાવતા. તેઓના અનુયાયો વધતા જતા હતા .પરમેશ્વરના વચનો પાડો, સારા કામો કરો એવો સંદેશો ફેલાવતા હતા. તો રોમન રાજા ને ભય સતાવા લાગ્યો કે તેનું વર્ચસ્વ જતું રહેશે. લોકો તેના અંકુશમાં નહીં રહે .તેથી ,તે લોકોએ ઈસુ મસીહાને શુક્રવારના દિવસે આશરે સવારે 9:00 વાગ્યે ક્રોસ પર ચડાવ્યા અને ખીલાઓ માર્યા ગુડ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે. ત્યારે અમુક લોકો એમાં શોક મનાવે છે પછીના ત્રણ દિવસ પછી ઈસુ મસીહા પાછા આવે છે યાની કી પુનરુથાન થાય છે. તેથી તેને ઈસ્ટર સન્ડે કહેવાય છે .તેઓ 40 દિવસ સુધી રહ્યા તેઓના સાથી અને અનુયાયો વચ્ચે પછી તેઓ સ્વર્ગમાં જતા રહ્યા. આ ઈસ્ટર તહેવારમાં લોકો ચર્ચમાં પ્રાર્થના કરે છે એકબીજાને એગ આપે છે એટલે કે ઈસ્ટર એગ કહેવાય છે તેને જન્મ અથવા સમૃદ્ધિનું પ્રતિક પણ ગણવામાં આવે છે.
ઈસુ મસીહા લોકોના પાપ અને કાર્ય માટે થઈને તેઓએ પોતાનું બલિદાન આપ્યું હતું .બાઇબલ ગ્રંથ મુજબ એમ માનવામાં આવે છે કે લોકોના માનવ કલ્યાણ માટે જ અદભુત સર્જન થયું હતું. લોકોના કલ્યાણ માટે થઈને જ ઈસુ મસિહા પોતાના પ્રાણનો ત્યાગ કરી પુનરુથાન કર્યું છે. આજે પણ લોકો ઈસુ મસિહા પાસે જઈને પોતાના ગુનાઓની બક્ષામણી કરાવે છે. દરેક ધર્મમાં લોકોના કલ્યાણ માટે થઈને કોઈને કોઈ ચમત્કારિક ઘટના બની છે અને અદભુત સર્જન થયું છે જેના દરેક ધર્મના માનવીઓ તેના ઋણી હોય છે. આપણે આ ઈસ્ટર પર સંકલ્પ કરીએ કે, આપણે જાણી જોઈને પાપ નહીં કરીએ, એકબીજા નું દિલ નહીં દુખાવીએ. દરેક ખ્રિસ્તી ભાઈ- બહેનોને મારા તરફથી ઈસ્ટરની શુભેચ્છાઓ.
” *હેપી* *ઈસ્ટર* ”
લેખિકા -મિતલ બગથરીયા