Thursday, January 23, 2025

અમદાવાદ શહેર સરખેજ પો.સ્ટે. ના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હળવદ સર્વેલન્સ સ્ટાફની ટીમ,

Advertisement

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચન કરેલ હોય, જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચનાથી, વી.પી.ગોલ ઈ/ચા પોલીસ ઈન્સપેક્ટર હળવદ એ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જરૂરી સુચના માર્ગદર્શન આપતા હળવદ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. કે.એમ.સોલગામા તથા સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. બીપીનભાઈ પરમાર ને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે બાતમી મળી કે હળવદ પંચમુખી ઢોરામાં વિસ્તાર માંથી અમદાવાદ શહેર સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ એ- .ગુ.ર.નં૧૧૧૯૧૦૪૮૨૨૦૭૩૫/૨૦૨૨ ધી ઈ.પી.કો કલમ-૩૭૯,૧૧૪ મુજબના કામના નાસતા ફરતા આરોપી ભાવેશ ઉર્ફે ટકો સઓ રમેશભાઈ કુરીયા રહે.પંચમુખી ઢોરો પેલી શેરી,ટેલીફોન એક્સ્ચેન્જની પાસે હળવદ તા.હળવદ જી.મોરબી વાળાને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

નાસતા ફરતા આરોપીનું નામ :- ભાવેશ ઉર્ફે ટકો સ/ઓ રમેશભાઈ કુરીયા રહે.પંચમુખી ઢોરો પેલી શેરી,ટેલીફોન એક્સ્ચેન્જની પાસે હળવદ તા.હળવદ જી.મોરબી.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ

વી.પી.ગોલ ઈ/ચા પોલીસ ઈન્સપેક્ટર હળવદ પોલીસ સ્ટેશન તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા તથા પો.કોન્સ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. બીપીનભાઈ પરમાર તથા પો.કોન્સ તેજપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. કમલેશભાઇ પરમાર નાઓ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW