આગામી ૧૦ મે ના રોજ દક્ષિણનું રાજ્ય કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની વિશિષ્ટ એવી ચૂંટણી વ્યૂહ રચનાના ભાગરૂપે અનુભવી રણનીતિકાર અનેક ચૂંટણી પેટા ચૂંટણીઓમાં આગવી શૈલીથી કામ કરનાર મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પ્રચાર અર્થે કર્ણાટક પહોંચી ગયા છે.
કર્ણાટકનું માન્ચેસ્ટર ગણાતા અને રાજ્યના મુખ્ય શહેરો પૈકીનું એક એવા દાવણગેરે નોર્થ બેઠક પર ઇન્ચાર્જ તરીકે જવાબદારી તેઓ સંભાળશે. વિમાન માર્ગે બેંગલુરુ થઈ દાવણગેરે પ્રચાર કાર્યાલયની મુલાકાત લઈ માઇક્રો પ્લાનિંગ સાથે તેઓ કામે લાગી ગયા છે. આગામી અઠવાડિયે તેઓ મોરબી માળિયા વિસ્તારના અન્ય આગેવાનો કાર્યકર્તાઓ પણ ચૂંટણી કાર્યમાં જોડાશે. જે વિદિત થાય.