ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા અભિયાન અંતર્ગત “મેલેરિયા મુક્ત ગુજરાત” અભિયાનને સાર્થક કરવા સ્કૂલોની આજુબાજુના તળાવોમાં ગપ્પી માછલી મુકવામાં આવી હતી.આ સુચના મોરબી જિલ્લા મેલેરિયા અધિકારી ડો. બાવરવા સાહેબ, લજાઈ PHC સેન્ટરના મેડિકલ ઓફિસર ભાસ્કર વિરસોડીયા, ટંકારા તાલુકાનાં THO ડો. બાવરવાની સુચના મુજબ આગામી દિવસોમાં રોગચાળો ન વકરે તે માટે ગામના ખુલ્લા જળાશયોમાં પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવશે. જેના અનુસંધાને લજાઈ PHC મેલેરિયા સુપરવાઈઝર મનસુખભાઈ મસોત, હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં MPHW ઈસ્માઈલભાઈ. એ કડીવાર, તાલુકા સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ, સજજનપર MPHW સાહિલભાઈ બાદી દ્વારા ટીમ બનાવી લજાઈ PHC હેઠળ આવતા તમામ ખુલ્લા જળાશયો, ખાબોચીયામઓ, ખેત તલાવડાઓ તેમજ ઘરના ટાંકાઓમાં દવાઓ નાખવામાં આવી હતી. ગુજરાત સરકારનાં “મલેરીયા મુક્ત અભિયાન” ને સફળ બનાવવા સહભાગી બનીએ