Wednesday, January 22, 2025

વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ આયામ દ્વારા મોરબી શહેર કાર્યકર્તા બહેનો ની બેઠક યોજાઈ

Advertisement

આગામી તારીખ 12/5 સાંજે 5 કલાકથી 15/5 બપોર સુધી માતૃ શકિતના પ્રશિક્ષણ વર્ગ તથા તા.10/5 રાત્રિ થી 17/5 સુધી દુર્ગાવાહિની ના પ્રશિક્ષણ વર્ગ યોજાવા જઈ રહ્યો છે તો તેમાં મોરબી જિલ્લા માંથી મોટી સંખ્યામાં માતૃશક્તિની બહેનો અને દુર્ગાવહિનીની દીકરીઓ જોડાય.અને વર્ગમાં દૈનિક દિનચર્યા શું રહેશે તેના વિશેનું માર્ગદર્શન વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃ શકિત સંયોજીકા પૂર્વીબેન શુકલ દ્વારા આપવામાં આવ્યું હતું.તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કામોનો ટુંકો અહેવાલ જયશ્રીબેન વાઘેલા માતૃશક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ તકે જામનગર જિલ્લા સંયોજીકા- પ્રાંત કર્યકરણી હીનાબેન અગ્રાવત તેમજ જામનગર જિલ્લા સહ સંયોજીકા ભાવનાબેન મણિયાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 25 ની સંખ્યામાં મોરબી શહેર માતૃશક્તિ મહિલા વિભાગ ના કાર્યકર્તા બહેનો બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક નું આયોજન જયશ્રીબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
આગામી મે મહિનામાં યોજાનાર માતૃશક્તિ અને દુર્ગાવહિનીના વર્ગોમા મોરબી જિલ્લા માથી જે બહેનો કે દીકરીઓને જવા માટે કે ત્યાં જવા માટેના રજિસ્ટ્રરેશન કરવા અને સંપૂર્ણ માહિતી માટે જયશ્રીબેન વાઘેલા મો. ન. 7016707020 ઉપર નામ નોંધાવવા માટે સંપર્ક કરવો..રજીસ્ટ્રેશન કરવાનો છેલ્લી તારીખ 5-5 છે …

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW