ટંકારા તાલુકાના હડમતિયા ગામના મંદિરમાં બિરાજમાન આરાધ્યા દેવ શ્રી રામ અને સીતાજીનું રામજી મંદિર આશરે *15 થી 16 વર્ષ જુનું* થવાથી ફરીથી રંગરોગાન કરી રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે *ભગવાન રામ* , *લક્ષ્મણ* અને *સીતાજી* , *શ્રીકૃષ્ણ અને રાધાજી* ની મૃર્તીઓનુ કલરકામ અને વાઘા (વસ્ત્રો) થી સુશોભીત બનાવીને આકર્ષક નું કેન્દ્ર બન્યાં છે સાથે ઘુમ્મટમાં રાસ ચિત્ર બનાવીને જાણે શ્રીકૃષ્ણ અને રાધાજી રાસે રમતા હોય તેમ લાગી રહ્યું છે. આ રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં *આશરે 21/22 લાખ* રૂપિયાનો ખર્ચ ગામના ઉધોગપતિઓ તેમજ ગ્રામજનો એ આપ્યો છે. આ કામમાં રાત-દિવસ મહેનત કરતા *મુળજીભાઈ કામરીયા,* *જાદવજીભાઈ સિણોજીયા,* *કેશવજીભાઇ કામરીયા,* *હિતેષભાઇ મેરજા,* *જગદીશભાઈ સિણોજીયા,* *ઠાકરશીભાઈ મેરજા* , *રમેશભાઈ સિણોજીયા,* *પ્રભુભાઈ મેરજા* એ મહત્વનું યોગદાન આપ્યું છે. *તા. 27/4/2023 ને ગુરુવારના રોજ રાત્રે 9.00 કલાકે સુંદરકાંડ* નું આયોજન કરાયું છે