Saturday, January 11, 2025

મોરબી તાલુકાના લુટાવદર ગામે પાંચ ખેલીઓ ને ઝડપી લેતી તાલુકા પોલીસ

Advertisement

મોરબી: મોરબી તાલુકાના લુટાવદર ગામે આવેલ રાજપુત સમાજની વાડી સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લુટાવદર ગામે આવેલ રાજપુત સમાજની વાડી સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જયુભા જીલુભા જાડેજા રહે.લુટાવદર ગામ તા.જી:-મોરબી, રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા રહે.જનકલ્યાણ સોસાયટી મોરબી-૨, ભુદરભાઇ લાલજીભાઇ સુરાણી રહે. બરવાળા ગામ તા.જી.મોરબી, હરેશભાઇ રવજીભાઇ સુરાણી રહે.રવાપર રોડ બોની પાર્ક મોરબી-૧, અજયસિંહ કનકસિંહ પરમાર રહે.લુટાવદર ગામ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૩૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW