મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં, મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર માં દુર્ગા ટાયરની કેબીન પાછળથી વિદેશી દારૂ / બીયરના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં, મોરબી-માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર માં દુર્ગા ટાયરની કેબીન પાછળથી આરોપી ચંદનકુમાર મનોજભાઇ દાસ (ઉ.વ.૨૬) રહે. બાપા સીતારામ કોમ્પલેક્ષ ભરતનગર તા.જી. મોરબી વાળાએ ટાયોરોની વચ્ચે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૫ કિં રૂ.૭૮૦૦ તથા બીયર ટીન નંગ -૨૪ કિં રૂ.૨૪૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે