ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ ની જુંબેશ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ પો.ઇન્સ. વી.એમ. લગારિયા ના માર્ગ દર્શન હેઠળ મોરબી પોલીસ ટ્રાફીક શાખાના કર્મચારીઓ દ્વારા છેલ્લા ત્રણ દીવસ દરમ્યાન અલગ અલગ પોઇન્ટ તથા વિસ્તારમા વાહન ચેકીગ ગોઠવી એમ વી એક્ટના નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહીના ઝુંબેશના ભાગ રૂપે ડાર્ક ફીલ્મ લગાડીને ચલાવતા ૫૦ વાહન ચાલકોના વાહનોની ડાર્ક ફીલ્મ સ્થળ પર ઉતારી ડાર્ક ફીલ્મ રાખવા બાબતે સ્થળ દંડ કરવામા આવેલ તેમજ ચાલુ મોબાઇલ ડ્રાઇવિંગ કરતા ૨૯ વાહન ચાલકો તેમજ હાઇવે ઉપર હેલ્મેટ વગર ટુ વ્હિલર ચલાવતા ૧૩ વાહન ચાલકો તેમજ રોડ રસ્તામાં અડચણ રૂપ પાર્કીંગ કરતા ૩૭ વાહન ચાલકો તેમજ આર.ટી.ઓ માન્ય એચ એસ આર પી નબર પ્લેટ લગાવ્યા વગરના ૯ વાહન ચાલકો એમ અલગ અલગ M.V.ACT હેઠળ ૩૨૩ કેશો કરી સ્થળ પર ૧,૩૮,૪૦૦/- સ્થળ દંડ વસુલ કરવામા આવેલ તેમજ ડાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા ૨૮ વાહન ચાલકોના વાહન એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ આર.ટી.ઓ ડીટેઇન મેમા આપવામા આવેલ તેમજ ગતિમર્યાદા ભંગ કરતા તેમજ પુર ઝડપે અને રાહદારીની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા વાહન ચાલકો તેમજ રોડ ઉપર અક્સમાત થાય તેવી રીતે પાર્કીંગ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ IPC કલમ ૨૭૯ તથા IPC ૨૮૩ મુજબના કેશો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસનો પ્રજા જોગ સંદેશ

એમ વી.એક્ટ મુજબ ટ્રાફીક નિયમોનુ પાલન કરવું તેમજ વાહનમા આર.ટીઓ માન્ય HSRP નંબર પ્લેટ તથા ફીલ્મ લગાવવી તેમજ પોતાના વાહન કોઇ નો-પાર્કીંગ કે પછી અડચણ રૂપ જગ્યાએ પાર્કીંગ કરવુ નહી. તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું નહી અને વાહનના કાગળો સાથે રાખવા અને હાઇવે ઉપર ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવુ અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલમા વાત કરવી નહી આમ ટ્રાફીક નીયમોનુ પાલન કરવુ તેમજ ટ્રાફીક નિયમોનુ પાલન નહીં કરતા વાહન ચાલકો વિરૂધ્ધ એમ વી.એક્ટ મુજબ કાયદેશરની કાર્યવાહી કરવામા આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW