મોરબી કાયાજી પ્લોટ ખાતે ચોકીદારી કરતા નેપાળીએ અન્ય નેપાળી સાથે મળી ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપેલ જે આરોપીઓ પૈકી એક સ્ત્રી તથા બે પુરૂષોને રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ-૦૪ મળી કુલ રૂ ૮,૫૩,૫૨૦/- ના મુદામાલ સાથે નેપાળી ગેંગ ને ઝડપી પાડતી મોરબી એલસીબી પોલીસ
ફરીયાદી હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર રહે. કાયા પ્લોટ, મેઇનરોડ, નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમાં મોરબી વાળા પોતાના પરીવારના સભ્યો સાથે પ્રસંગ,વ્યારીક કામ સબબ બહાર ગામ ગયેલ હોય અને તેઓના રહેણાંક મકાને ચોકીદાર તરીકે સદેબહાદુર વિશ્વકર્મા તથા ઘરઘાટી તરીકે કામ કરતી તેની પત્ની બિંદુ વા. ઓ. સદેબહાદુર વિશ્વકર્મા રહે, બન્ને માલકોટ, નેપાળ વાળા ઘરે હાજર હતા ફરીયાદી તથા તેમના પરીવારના સભ્યો બહાર ગામથી ઘરે આવતા પોતાના પરની તિજોરી/ કબાટ નો સરસામાન વેર વિખર હાલતમાં પડેલ હોય અને કિમતી દર-દાગીના, રોકડ રકમની ચોરી થયેલ અને ચોકીદાર તથા તેની પત્ની બિંદુ બન્ને હાજર ન હોય જેથી આ બાબતે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટ, ખાતે જાણ કરતા તુરંત મોરબી એલ.સી.બી. તથા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો અધિકારી ઘટના સ્થળે ગયેલ અને આ કામે મોરબી સિટી એ ડિવી પો.સ્ટે. ખાતે ફરીયાદી શ્રી, હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર રહે. કાયાજી પ્લોટ, મોરબી વાળાએ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૩૨૩૦૭૨૩૮૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૮૧,૪૫૭,૧૧૪ મુજબનો ગુનો રજી. કરાવતા જે ગુનાની તપાસ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. પોલીસ ઇન્સ. એચ.એ. જાડેજા નાઓ સંભાળેલ હતી.
દરમ્યાન આ કામે ચોકીદાર તથા ઘરઘાટીનું કામ કરતી સ્ત્રી સહીત આરોપીઓની તપાસ સારૂ હ્યુમન ઇન્ટેલીજનશ તથા ટેકનીકલ સર્વેલન્સ માધ્યમ મારફતે તપાસ ચાલુ હોય તે દરમ્યાન મોરબી એલ.સી.બી.સ્ટાફના માણસોને હકિકત મળેલ કે, સદરહુ ગુનાને અંજામ આપનાર ફરીયાદીશ્રીના ઘરે અગાઉ ચોકીદારી કામ કરતો રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી કે જે હાલે શકિત પ્લોટ, શેરી નં-૦૨, HDFC બેંકની પાછળ, મોરબી નવા બનતા બિલ્ડીંગની ચોકીદારી કરે છે તે તથા તેનો દિકરો તથા ચોકીદાર સદેબહાદુર તથા તેની પત્ની બિંદુ કે જે ખરેખર સદે બહાદુરની પત્ની ન હોય પરંતુ પત્ની તરીકે સાથે રહેતી હોય તે તથા સદેબહાદુરની સાળી બિન્દ્રા એમ બધાએ મળી આ ગુનાને અંજામ આપેલ હોય જે રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી કે જે હાલે શકિત પ્લોટ, શેરી નં-૦૨, HDFC બેંકની પાછળ, મોરબી ખાતે હોવાની ચોકકસ હકિકત મળતા તુરતજ આ જગ્યાએ તપાસ કરતા મજકૂર રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી તથા તેના કાકાની દિકરી બહેન દર્શના વા/ઓ મનીષભાઇ વિશ્વકર્મા/નેપાળી તથા તેનો બનેવી મનીષ કૈલાશ ઉર્ફે કેલે વિશ્વકર્મા/નેપાળી વાળાઓ મળી આવતા જે ઓરડીની ઝડતી તપાસ કરતા ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી આવતા નીચે જણાવેલ નામ વાળા ત્રણેયને હસ્તગત કરવામાં આવેલ છે. જે આગળની તપાસ અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. તરફ મોકલવામાં આવેલ છે.
ગુન્હાની મોડસઓપરેન્ડી
પકડાયેલ આરોપી પૈકી રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી પોતે તથા પોતાના દિકરા વિનોદે ઉપરોકત રહેણાંક મકાનમાં ચોરી કરવાનુ અગાઉ નકકી કરેલ હોય પરંતુ પોતે ચોરી કરે તો પોતાની ઉપર શંકા જાય તેમ હોય જેથી પોતાના વતન બાજુના ગામના સદે ઉર્ફે શકિત ઉર્ફે રાજે ઉર્ફે રાજુ સ./ઓ. ચંદ્રે કામી/ શાહ, વિશ્ર્વકર્મા નેપાળી રહે.મારકોટ વોર્ડ નં-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ) તથા સદેની સાથે રહેતી બીદુ લક્ષ્મીરામ જેશી રહે. મુંબઇ મુળ નેપાળ તથા સદૈની સાળી બીન્દ્રા રહે. મારકોટ વોર્ડ નં-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ) વાળીને બોલાવી બધા સાથે મળી સદરહુ ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવી ચોરીને અંજામ આપવા સદૈ ઉર્ફે શકિત તથા તેની સાથે બીજી બે સ્ત્રીઓને ઘરઘાટીનુ તથા ચોરીદાર તરીકે કામે રખાવી ઘરના સભ્યો બહાર ગામ જાય ત્યારે ઘરના તાડા તોડી ચોરી કરવાનો પ્લાન બે માસ અગાઉ બનાવેલ જેને અંજામ આપી સદેબહાદુર તથા તેની સાથેની બન્ને સ્ત્રીઓ તેઓના ભાગનો મુદામાલ લઇને નાશી ભાગી ગયેલ અને પકડાયેલ રામબહાદુરના ભાગમાં આવેલ ચોરીનો માલ રાખવા પોતાની કાકાની દિકરી બેન દર્શના વા. ઓ. મનીષ સા/ઓ. કેલે ઉર્ફે કૈલાસ કામી વિશ્વકમાં નેપાળી તથા તેના પતી મનીષ રહે. હાલ મુન્દ્રા વાળાને બોલાવેલ હતા.
– પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. રામબહાદુર ઉર્ફે જોખીયા સાઓ ગુલજે નવલસીંગ વિશ્ર્વકર્મા/નેપાળી ઉ.વ. ૫૫ રહે. હાલ મોરબી શકિત પ્લોટ શેરી નં-૦૨ HDFC બેંકની પાછળ ભરતભાઇ મીરાણીના કન્ટ્રકશન સાઇડની ઓરડીમાં તા.જી.મોરબી મુળ ગામ બાલુગામ નરહરીનાથ પાલીકા વોર્ડ નં-૦૮ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ)
૨.મનીષ સઓ કૈલાશ ઉર્ફે કેલે વિશ્વકર્માં નેપાળી ઉ.વ. ૩૦ ૩. દર્શના વા/ઓ મનીષભાઇ વિશ્ર્વકર્મા/નેપાળી ઉ.વ. ૩૩ રહે. બન્ને કેલાલી સોલ્ટા મોહનલેન પાલીકા વોર્ડ નં-૦૬તા.જી.કૈલાલી (નેપાળ દેશ)
• પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા
૧. સદે ઉર્ફે શકિત ઉર્ફે રાજે ઉર્ફે રાજ સ.ઓ. ચંદ્રે કામી શાહ વિશ્ર્વકર્મા નેપાળી રહે.મારકોટ વોર્ડ નં-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ)
૨. બીંદુ લક્ષ્મીરામ દેશી રહે. મુંબઇ મુળ નેપાળ
૩. બીન્દ્રા રહે, મારકોટ વોર્ડ ન-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ)
૪. વિનોદ રામબહાદુર ઉર્ફે જોખીયા સાઓ ગુલજે નવલસીંગ વિશ્વકર્મા/નેપાળી ઉ.વ, ૫૫ રહે. હાલ મોરબી નરસંગ ટેકરી ક્રર્મપેલેસ મુળ ગામ લાલુગામ નરહરીનાથ પાલીકા વોર્ડ નં.-૦૮ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ)
કબ્જે કરેલ મુદામાલ -સોનાચાંદીના દાગીના, રોકડા રૂપીયા, તથા કાંડા ઘડીયાળ મળી કુલ રૂ. ૮,૫૩,૫૨૦/-
મોરબી પોલીસનો પ્રજા જોગ સંદેશ –
ઘર,દુકાન,ફેકટરી, એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ ખાતે ચોકીદાર કે ઘરઘાટી અર્થે કામે રાખવામાં આવતા પરપ્રાતિય માણસોની પુરેપુરી વિગત બાયોડેટા અવશ્ય તપાસવી અને લગત પોલીસ સ્ટેશન ખાતે તેને સાથે રાખી તેની નોંધ કરાવવી.
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ. મો,સી. એ ડીવી. પો.સ્ટે. તથા PSI કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, તથા કે.એચ.ભોચીયા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી/ મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટાફ મદદમાં રહેલ હતા.