આગામી તા.17.5.2023ને બુધવારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સિંધોઇ માતાજીનો 16 મો પાટોત્સવ તથા માતાજીનો નવરંગો માંડવો ભોરણિયા પરિવાર દ્રારા યોજાશે.જેમાં ભોરણિયા પરિવારના હજારોની સંખ્યામાં માં ભક્તો લાભ લેશે.આ પાટોત્સવ નિમિતે ભોરણિયા પરિવારના યુવાનો દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું છે.અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકઠું થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.બ્લડ કેમ્પનું આયોજન સંસ્કાર બ્લડ બેન્ક,મોરબી દ્વારા કરવામાં આવ્યું છે.