મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે પ્રાથમિક શાળાની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે પ્રાથમિક શાળાની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પત્તાપ્રેમી રાજેશભાઈ અમરશીભાઈ મકવાણા તથા રમેશભાઈ રામજીભાઇ મુછડીયા રહે. બંને બોધ્ધનગર સોસાયટી નજરબાગ રેલ્વે સ્ટેશનની સામે મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૭૪૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.