Saturday, January 11, 2025

ટંકારા તાલુકાના નસીતપર ગામના આંગણે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ટિફિન સેવાના લાભાર્થે પીઠડાઈ ગૌ સેવા રામામંડળ નું ભવ્ય આયોજન

Advertisement

ટંકારા તાલુકાના નસીતપર ગામે લોકસેવા ના ભગીરથ કાર્યના લાભાર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટીફીન સેવા પૂરી પાડતા સદભાવના સંકુલ માટે તા.૨૩/૦૫/૨૦૨૩ ને મંગળવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ સેવા રામામંડળ – પીઠડનું ભવ્ય રામામંડળ નસીતપર ગામનાં આંગણે યોજાશે અને તેમાં એકત્રિત થનાર તમામ રકમ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ટીફીન સેવા માટે અર્પણ કરવામાં આવશે. તો આ લોકસેવા ના કાર્ય સહભાગી થવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને નસીતપર ગામના આંગણે પધારવા નું હાર્દીક આમંત્રણ છે.

છેલ્લે ૧૪ વર્ષથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેના પત્ની ભાવનાબેન કાસુન્દ્રા દ્વારા મોરબી જીલ્લા સહીત ના કોઈપણ દાખલ દર્દીઓ માટે ટીફીન સેવા વિનામૂલ્યે પૂરી પાડે છે જે સેવાકાર્યને પ્રોત્સાહન આપી નાણાકીય મદદ કરવાના હેતુથી સમસ્ત નસીતપર ગામ દ્વારા વિખ્યાત રામા મંડળનું આયોજન કરાયું છે આ પ્રસંગે એકત્રિત થયેલ રકમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ ખાતે એનાયત કરવામાં આવશે. જે ટિફિન સેવા માટે વાપરવામાં આવશે.

દર્દીના સગાને રહેવા માટે 90 રૂમનુ નવુ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ખરીદી છે અને હવે દાતાઓના સહયોગથી ભવન પણ તૈયાર થશે જે આગામી વર્ષોમાં મોરબી જીલ્લાના તમામ દાખલ દર્દીઓના સગા સંબંધી માટે ફાયદો થશે. અમદાવાદ હોસ્પિટલ ખાતે આવતા દર્દી ની સેવા માટે તથા અનુદાન માટે મો.93749 65764 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW