વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારે દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે માટે કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મુકી છે.
સમાજ કલ્યાણ અધિકારીશ્રી ડી. એમ. સાવરિયા તથા એલ.વી. લાવડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ અનુ. જાતીની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. મોરબી જિલ્લામાં ૧,૫૫૨ દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે. સરકારે આ યોજનાનાં માધ્યમથી દીકરીઓને રૂ.૧,૮૦,૮૦,૦૦૦ ની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જે પૈકી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાતવર્ગની ૧,૨૯૭ દીકરીઓને ૧,૫૧,૧૬,૦૦૦ અનુ. જાતિ શહેરી વિસ્તારમાં ૮૫ દીકરીઓને રૂ. ૯,૮૪,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૦ દીકરીઓને રૂ. ૧૯,૮૦,૦૦૦ ની