Saturday, January 11, 2025

લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી ચોરી કરેલ મોબાઇલ તથા અન્ય ચોરી કરેલ ૧૦ મોબાઇલ સાથે રીઢા ગુનેગારને ઝડપી લેતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

Advertisement

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચના થી મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ ને મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે માર્ગદર્શન આપતા પીએસઆઇ કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા પેરોલ ફર્લો સ્કોડ નો, સ્ટાફ સાથે રાખી તે અંગેની કાર્યવાહી કરવા મોરબી તાલુકા વિસ્તારમાં પ્રયત્નશીલ હતા. દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે નીચે જણાવેલ ઇસમને અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧૦ સાથે પકડી પાડી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ મોરબી તાલુકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરીને મેળવેલ હોય જે મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરતા મોરબી તાલુકા પો.સ્ટે.ના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી ચોરી કરેલ જે અંગે મોરબી તાલુકા પો.સ્ટે.મા એ પાર્ટ ગુ.ર.નં.૬૯૭/૨૦૨૩ આઇ.પી.સી કલમ-૩૭૯ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી મજકુર ઇસમો પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન મળી કુલ મો.નંગ-૧૦ કિ.રૂ.૩૮૫૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી વધુ તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ સરનામા

૧. હાજી અકબરભાઇ માણેક મિંયાણા ઉવ.૨૩ રહે.મોરબી-૨ સો-ઓરડી રામદેવપીરના મંદિર પાસે ધનાભાઇ

ચાવડાની ઓરડીમાં જી.મોરબી ૨. એજાજ ઉર્ફે ફારૂક સલીમભાઇ ભટ્ટી મિંયાણા ઉવ.૨૪ રહે.મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ ઇદમસ્જિદ પાછળ જી.મોરબી

ગુન્હાની એમ.ઓ.

આ કામે પકડાયેલ આરોપી નં-૧ ખુલ્લી ઓરડી,મકાન ખુલ્લુ રાખી સુતા હોય ત્યારે રાત્રીના સમયે ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના દ્વારા ઉપરોક્ત કામગીરી કરવામાં આવી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW