Monday, May 26, 2025

મગનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૨૯ મે થી ગ્રામ પંચાયતમાં VCE થકી નોંધણી કરાવી શકાશે

Advertisement
Advertisement
Advertisement

જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ્ય કક્ષાએ VCE – વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર મારફત નોંધણી કરાવવી

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ઉનાળુ સીઝન ૨૦૨૨-૨૩ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગની ખરીદી કરવામાં આવનાર છે. જે અન્વયે રૂ. ૭૭૫૫ પ્રતિ ક્વિન્ટલના ભાવે મગની ખરીદી કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડુતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર મારફત ગ્રામ પંચાયત ખાતે તા. ૨૯/૦૫/૨૦૨૩ થી કરવામાં આવશે.

જે અંતર્ગત મોરબી જિલ્લામાં મગનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઈ – સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW