ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી દ્વારા યોગિત વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભ મુ. મુડેટી તા. ઇડર, જી. સાબરકાંઠા (ઉ. ગુ.) માં આયોજન કરવામાં આવયુ હતું. આ કાર્યક્રમના આયોજન સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરવાના હેતુ સંસ્કૃત વિધવાન અને ઉ.ગુજરાત સ્થિત સંસ્કૃત પાઠશાળા તથા નજીક સ્થિત માધ્યમિક, ઉ. માધ્યમિક તથા મહાવિધાલયના છાત્રો દ્વારા સંસ્કૃત વિષયમાં વિશેષ શ્રેણી (૨૦૨૨) પ્રાપ્તકર્તાઓ નું સન્માન કરાયું.
આ કાર્યક્રમનું નિર્માણ શ્રી નિરંજનભાઈ શુક્લ (અધીયક્ષ, બી.એ (મુંબઈ), ડી.એમ.એસ.એમ., જ્યોતિષભૂષણ, જ્યોતિષવિશારદ, સ્પીરીચ્યુયલ એડવાયસર) દ્વારા કરવામાં યુ હતું. આ કાર્યક્રમના મુખ્ય મેહમાન આદરણીય શ્રી મોહનજી ભાગવત (૫. પૂ. સરસંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) હતા, અને અતિથી વિશેષ માં. ડો. ભરતભાઇ પટેલ (પ્રાંત સંચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત), શ્રી ઉદયસિંહજી માહુરકર (સેન્ટ્રલ ઇન્ફોરમેસન કમીશ્નાર), શ્રી દેવેન્દ્રસિંહજી ઝાલા (ચેરમેન – દેવ સોલ્ટ પ્રા. લી.), શ્રી જયંતભાઇ પારેખ (રીયલ એસ્ટેટ ડેવલોપર), શ્રી ઉશિક ગાલા (ચેરમેન – શુમાયા ઉધોગ લી.), શ્રી ઉત્તમભાઈ વે (આઇટી પ્રોફેશનલ) અને શ્રી દેવાંગભાઇ શાહ (રીયલ એસ્ટેટ ડેવલોપર) હતા.
આ કાર્યક્રમમાં શ્રી દેવેન્દ્રસિંહજી ઝાલા (ચેરમેન – દેવ સોલ્ટ પ્રા. લી.) આમંત્રિત મુખ્ય મેહમાન તથા અતિથી વિશેષ સાથે મંચસ્ત રહ્યા હતા.
દર વર્ષે શ્રી દેવેન્દ્રસિંહજી ઝાલા તેમની વર્ષ ગાંઠ ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી ખાતે ઉજવે છે ત્યાંના છાત્રો સાથે ભોજન કરે છે અને એક સાથે ૧૦૦ જેટલા મંત્રોનો ઉચ્ચારણ કરે છે.