Saturday, January 11, 2025

ડો.કમલેશ ભરાડ લેખિત પુસ્તક “સૌરાષ્ટ્રના શિક્ષક રત્નો”પ્રકાશિત

Advertisement

*સૌરાષ્ટ્રના શિક્ષણ રત્નો પુસ્તકમાં મોરબી જિલ્લાના દશ શિક્ષકોનો સમાવેશ*

રાષ્ટ્રીય અને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત શિક્ષકોની શૈક્ષણિક સિદ્ધિઓ,સમાજમાં યોગદાન તથા વર્તમાન યુવા શિક્ષકોને પ્રેરણા મળે એવા શુભાશયથી ડો.કમલેશ ભરાડ કે જેઓ સહ પ્રાધ્યાપક બાગાયત વનવિદ્યા બી.આર.એસ.કોલેજ ડુમિયાણી, ચેરમેન-બોર્ડ ઓફ હોર્ટિકલચર એન્ડ ફોરેસ્ટ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,પી.એચ.ડી.ગાઈડ વગેરે પદો પર ફરજ બજાવેલ છે એમની તન,મન અને ધનની મહેનતથી *સૌરાષ્ટ્રના શિક્ષક રત્નો* પુસ્તક રચાયું છે જેમાં ઈ. સ.1947 થી 2022 સુધીના 130 જેટલા મહામહિમ રાષ્ટ્રપતિ અને મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત શ્રેષ્ઠ શિક્ષકોની શૈક્ષણિક સિદ્ધિઓને સુંદર શબ્દદેહ આપી પુસ્તકના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો યત્ન કરેલ છે, આ પુસ્તક માટે શુભેચ્છા સંદેશ આપતા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવેલ છે કે *હમ જાનતે હૈ કી શ્રેષ્ઠ શિક્ષક કેવલ વિદ્યાર્થીઓ કે લીએ હી નહિ દુસરે શિક્ષકો કે લીએ ભી પ્રેરણા કા અનુપમ શ્રોત હોતે હૈ l* મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ જણાવ્યું કે *તિમિરમાંથી તેજ તરફ લઈ જતો જ્ઞાનપુંજ એટલે ગુરૂ. સાધરણને સિદ્ધિના સ્થાન પર બેસાડવના કિમીયાગર એટલે Teacher. શિષ્યમાં પડેલી સંભાવનાને તરાશવાનું,તપ કરવાની ધગશ અને ધૈર્ય ધરાવતા શિક્ષક શ્રેષ્ઠ પરિણામ લાવી શકે,શ્રેષ્ઠ શિક્ષકની સિદ્ધિઓને વર્ણવતું પુસ્તક *સૌરાષ્ટ્રના શિક્ષક રત્નોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા* આ પુસ્તકમાં મોરબીના દિનેશભાઈ વડસોલા,કમલેશભાઈ દલસાણીયા, દિનેશભાઈ ભેંસદડીયા હર્ષદભાઈ મારવણીયા પ્રેમજીભાઈ વડાવીયા, શૈલેષભાઇ કાલરીયા, રમેશભાઈ પાઠક, ઉર્મિલાબેન આસર,અંજનાબેન ફટાણીયા, અબ્દુલભાઈ હાજીભાઈ શેરસિયા વગેરે દશ શિક્ષક રત્નોની સિદ્ધિઓ અને સામાજિક યોગદાનનું વર્ણવી છે, ડો.કમલેશ ભરાડની આવી સુંદર પ્રવૃત્તિ બદલ તમામ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષક રત્નોએ આભાર પ્રકટ કરેલ છે,

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW