Saturday, January 11, 2025

માળીયામિંયાણાના મેઘપર ગામના વતની પીએસઆઈ સી.કે.રામાનુજ નિવૃત થતા માન સમ્માન સાથે વિદાય આપી

Advertisement

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મેઘપર ગામના વતની મોરબી વાવડી ગામે રહેતા અને હાલ ભુજ ફરજ બજાવતા પીએસઆઈ ચંદ્રકાંતભાઈ કરસનદાસ રામાનુજ વય મર્યાદાના કારણે નિવૃત થતા પોલીસ સ્ટાફ દ્વારા માન સમ્માનભેર વિદાય આપી હતી તેઓએ ગુજરાત પોલીસ વિભાગમાં ૩૯ વર્ષ સુધી ફરજ બજાવી જેમા ગોંડલ રાજકોટ ભચાઉ પાલનપુર મોરબી સહિત અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી હાલ ભુજ પોલસી હેડ ક્વાટર ખાતે ફરજ બજાવતા ગત તા.૩૧/૦૫/૨૦૨૩ના રોજ તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે જેથી ભુજ પોલીસ સ્ટાફ દ્વારા માન સમ્માનભેર વિદાય આપી તેમનુ નિવૃત્તિ સમયનુ જીવન સુખ શાંતિ શાંતિપૂર્ણ અને તંદુરસ્ત જીવન પસાર થાય હંમેશા સ્વસ્થ રહે તેવી દુઆ પ્રાર્થના સાથે સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી અત્રે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ સી.કે.રામાનુજના દીકરી રાધિકાબેન રામાનુજ પણ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને જોગાનુજોગ કોરોના કાળ દરમિયાન બંને પિતા પુત્રી એક સાથે મોરબી જિલ્લામાં ફરજ બજાવી પોતાના વતનનુ ઋણ ચુકાવી કપરા સમયમાં ફરજ બજાવી હતી આમ ગઈકાલે ૩૧ મેના રોજ તેઓ નિવૃત થતા પોલીસ સ્ટાફ દ્વારા માનભેર વિદાય આપી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW