ક્ષણભરની એ મુલાકાત હતી કોઈ તારણ વગર,
સંબંધની શરૂઆત થઈ પછી કોઈ કારણ વગર…!
શું કહેવું એમના માટે જયાં શબ્દો થઈ ગયા મૌન,
પણ લાગણી હજુ અકબંધ છે કોઈ ધારણ વગર…!
ન મૂક્યો કોઈ પ્રસ્તાવ કે ન થયો કોઈ પ્રેમનો સ્વીકાર
ઓચિંતુ આગમન થયું એનું જીવનમાં કોઈ ભારણ વગર…!
ધોધમાર વરસતી લાગણઓથી ગરજી ઉઠે વાદળ,
હ્રદયમાં વીજળીનો ચમકારો થાય કોઈ ઘસારણ વગર…!
મળશે નહીં સાથ સફરમાં એનો તો શું થઈ ગયું?
હદથી પણ વધુ ચાહીશ એને કોઈ કારણ વગર…!
સ્મરણ એનું પાનખરમાં ખીલવે ફૂલડે ફૂલડે ફોરમ,
હર ઘાવ ભરી દે છે ‘ઓઝલ’ થઈ કોઈ મારણ વગર…!
ખુશ્બુ નિમાવત
◆ઓઝલ◆