Saturday, January 25, 2025

મોરબી : વાવાઝોડા આગાહી વખતે શું કરવું અને શું નહીં કરવું તે બાબતે દિશાનિર્દશો જારી કરાયા

Advertisement

*નાગરિકોએ અફવાઓમાં આવ્યા વિના સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવું*

હાલમાં ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી શું-શું કરવું જોઈએ અને શું-શું ના કરવું જોઈએ તેના દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ દિશાનિર્દેશોનું પાલન કરવા માટે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.

 *વાવાઝોડા પહેલા :*

 અફવાઓને અવગણો, શાંત રહો, ગભરાશો નહીં.
 આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક સાધવા તમારા મોબાઈલ ફોનને
સંપૂર્ણ ચાર્જ કરેલા રાખો; SMS નો ઉપયોગ કરો.
 હવામાનના અપડેટ્સ માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ, અખબારો વાંચો.
 તમારા દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓને વોટરપ્રૂફ કન્ટેનરમાં રાખો.
 ખાલી રૂમમાં રહેવાનો પ્રયાસ કરો. જંગમ વસ્તુઓ સુરક્ષિત રીતે બાંધી રાખો.
 સલામતી અને બચાવ માટે જરૂરી વસ્તુઓ સાથે આપાતકાલીન કીટ તૈયાર રાખો.
 તમારા ઘરને, ખાસ કરીને છતને સુરક્ષિત કરો; જરૂર જણાય તો સમારકામ હાથ ધરો; તીક્ષ્ણ વસ્તુઓ છૂટી ન છોડો.
 ઢોર પ્રાણીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને ખુલ્લા રાખો.
 વાવાઝોડાના ઉછાળા /ભરતીની ચેતવણી અથવા પૂરના કિસ્સામાં તમારા નજીકના સુરક્ષિત ઉંચા મેદાન/સુરક્ષિત આશ્રયસ્થાન અને તેમાં જવાનો સૌથી સુરક્ષિત માર્ગ જાણો.
 ખાવા માટે તૈયાર ખોરાક અને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ચાલે તેટલા પાણીને સંગ્રહિત કરો.
 તમારા કુટુંબ અને સમુદાય માટે મોક ડ્રીલ કરો.
 સ્થાનિક સત્તાધિકારીની પરવાનગી સાથે તમારા ઘરની નજીકના ઝાડ અને ડાળીઓને ટ્રીમ કરો.
 દરવાજા અને બારીઓ સુરક્ષિત રીતે બંધ કરો.
 સરકારી અધિકારીઓ દ્વારા નિર્દેશિત થવા પર તરત જ સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરો.

 *વાવાઝોડા દરમિયાન:*

 જો ઇમારતની અંદર હોવ તો :
 ઈલેક્ટ્રીકલ મેઈન સ્વીચ બંધ કરો, તમામ વિદ્યુત ઉપકરણો અને ગેસ કનેક્શનોના પ્લગ કાઢી નાખો.
 દરવાજા અને બારીઓ બંધ રાખો.
 જો તમારું ઘર અસુરક્ષિત છે, તો વાવાઝોડાની શરૂઆત થાય તે પહેલાં નીકળી જાઓ અને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચો .
 રેડિયો સાંભળો; માત્ર સત્તાવાર ચેતવણીઓ પર આધાર રાખો.
 ઉકાળેલું ક્લોરીનેટેડ પાણી પીવો ,
 જો ઈમારત ક્ષીણ થવા લાગે, તો ગાદલા, ગોદડાં અથવા ધાબળા વડે અથવા મજબૂત ટેબલ અથવા બેન્ચ નીચે બેસીને અથવા પાણીની પાઈપ જેવી નક્કર ચીજવસ્તુને પકડીને તમારી જાતને સુરક્ષિત કરો.

 *જો ઇમારતની બહાર હોવ તો:*
 ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશશો નહીં.
 શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત આશ્રય મેળવો.
 વૃક્ષ/ઈલેક્ટ્રિક પોલ નીચે ક્યારેય ઊભા ન રહો ,
 વાવાઝોડું શાંત થયું અમે માનીને બહાર ના નીકળી જવું. સ્થિતિ ગમે ત્યારે બદલી શકે છે. સરકારના વિભાગોની આધિકારિક સૂચનાઓ પછી જ બહાર નીકળવું.

 *વાવાઝોડા પછી:*
 ઉકાળેલું, ક્લોરીટેનેડ પાણી પીવાનો આગ્રહ રાખો.
 જ્યાં સુધી સત્તાવાર રીતે સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર ન જશો. જો ઇમારત/ મકાન ખાલી કરવામાં આવે, તો પાછા જવાની સલાહ ન મળે ત્યાં સુધી રાહ જુઓ.
 તૂટેલા વીજ થાંભલાઓ અને છૂટા વાયરો અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓનું ધ્યાન રાખો.
 ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશશો નહીં.
 ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ કરશો નહીં, ઈલેક્ટ્રીક નિષ્ણાંત પાસેથી સાધનોની મરમ્મત કરાવવી

 *માછીમારો માટે :*

 અફવાઓને અવગણો, શાંત રહો, ગભરાશો નહીં.
 આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક સાધવા તમારા મોબાઈલ ફોનને સંપૂર્ણ ચાર્જ કરેલા રાખો; SMS નો ઉપયોગ કરો.
 એક કાગળ પર મહત્વપૂર્ણ સંપર્ક નંબરો લખી રાખો અને તેને સુરક્ષિત રીતે રાખો.
 વધારાની બેટરીઓ સાથે રેડિયો સેટ હાથમાં રાખો.
 હવામાનના અપડેટ્સ માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ, અખબારો વાંચો.
 બોટ રાફ્ટને સુરક્ષિત જગ્યાએ બાંધીને રાખો.
 દરિયામાં જવાનું સાહસ ન કરો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW