બિપરજોઈ વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીના કારણે આવતીકાલે મોરબી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં તા.13/06/2023 રજા જાહેર કરવામાં આવે છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તમામ કર્મચારીશ્રીઓએ અવશ્ય ફરજ પર હાજર રહેવાનું રહેશે તેમજ તા. 14/06/2023 અને તા.15/06/2023 ના રોજ પણ શાળાઓમાં રજા રાખવા માટેની સૂચના આપવામાં આવે છે જેનું શાળા સંચાલકશ્રીઑ અને આચાર્યશ્રીઓએ પાલન કરવાનું રહેશે.