સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી ખાતે એસ.ડી.આર.એફ. તેમજ એન.ડી.આર.એફ.ની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ બંને ટીમો તમામ સુરક્ષાના પ્રસાધનો અને મેનપાવર સાથે ખડે પગે તૈયાર છે. એન.ડી.આર.એફ. ટીમના ઈન્સપેક્ટરશ્રી દીપક બાબુએ જણાવ્યું હતું કે, અમારી ટીમ હાલ આમરણ ખાતે રોકાયેલી છે. સુરક્ષા કામગીરી સાથે હાલ અમે ગામમાં વાવાઝોડા બાબતે ડુઝ અને ડોન્ટઝ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.
કોઈ એવી મોટી વસ્તુ કે છાપરુ વાવાઝોડાના કારણે ઉડીને કોઈને નુકસાન પહોંચાડે તેવી વસ્તુઓને દૂર કરવામાં આવી રહી છે. કોઈ બીમાર કે સગર્ભા મહિલાઓને અમે આમરણ પી.એચ.સી. ખાતે શિફ્ટ કરી રહ્યા છીએ. કોઈ માર્ગ કે રસ્તા બંધ થાય તો અમારી પાસેના સાધનોથી અમે તેને ક્લિયર કરવા માટેનું પણ કામ કરીશું અમે લોકોને મદદરૂપ બનવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.