ધોરણ-12 સાયન્સનાં મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મહત્વની જે નીટની પ્રવેશ પરીક્ષા છે. તેમનું આજે રીઝલ્ટ આવ્યું છે તેમાં નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી અઘેરા હિત 720 માકર્સ માંથી 675 માકર્સ મેળવી સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાનું,પોતાના કુટુંબનું તેમજ શાળા પરીવારનું નામ રોશન કરેલ છે.
ધોરણ-12 સાયન્સનાં રીઝલ્ટમાં જિલ્લા પ્રથમ બાદ સમગ્ર મોરબી જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત નીટમાં 675 માર્કસ સાથે નવયુગ સાયન્સ સ્કૂલે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આવું ગૌરવપૂર્ણ રીઝલ્ટ લાવનાર અઘેરા હિતને તેમજ NEET ના રીઝલ્ટમાં 550 થી વધુ માર્કસ મેળવનારા નવયુગ સાયન્સ સ્કૂલના કુલ| 12 વિદ્યાર્થીઓને નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના સુપ્રિમો પી.ડી.કાંજીયા તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ