Thursday, January 23, 2025

મોરબી: સરવડ પી.એચ.સી.ના ખાતે સ્થળાંતરિત સગર્ભાની સફળતાપૂર્વક ડિલીવરી કરાવાઈ

Advertisement

સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરાયેલ ડિલીવરીમાં માતા અને બાળક બંન્નેની તબિયત તંદુરસ્ત

સંભવિત બિપરજોય વાવાઝોડા અંતર્ગત વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સરવડ ગામની આસપાસના વિસ્તારમાં આવેલા સગર્ભાબહેનો કે જેમની ડિલિવરીની તારીખ નજીક હોય એવા ૩ સગર્ભા બહેનોને સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવેલ હતા. જેમની સી.ડી.એચ.ઓ. કવિતા દવે અને ટીએચઓ માળીયા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.

આજે એ સગર્ભા બહેનોમાં થી ૧ બહેનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસરશ્રી ડો. નિરાલી ભાટીયા અને નર્સિંગ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન ૩.૬ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW