છેલ્લા પખવાડિયાથી બિપરજોય વાવાઝોડું સક્રિય થયું હોય નવલખી અને મોરબી તરફ આગળ વધી રહ્યું હોય,તંત્ર અને સ્વૈચ્છીક સંસ્થા દ્વારા લોકોના જાન-માલની રક્ષા થાય એ માટે રહવા-જમવાની વ્યવસ્થા શેલ્ટરની વ્યવસ્થા કરેલ હોવા છતાં વારંવાર સમજાવવા છતાં ઝૂંપડાંમાં રહેતા ઘણા બધા લોકો પોતાના ઝૂંપડાંમાંથી સલામત સ્થળે જતા ન હોય માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય અને જિલ્લા અધ્યક્ષ રસ્તો શૈક્ષિક મહાસંઘ-મોરબી દિનેશભાઈ વડસોલા તેમજ તુષારભાઈ બોપલીયા આચાર્ય માધાપરવાડી કન્યા શાળા તેમજ કાળુભાઈ પરમાર અધ્યક્ષ એસ.એમ.સી. વગેરેએ રૂબરૂ ઝૂંપડાંઓની મુલાકાત લઈ,એક જ કલાકમાં ઝૂંપડાંમાંથી ક્રિષ્ના હોલ,કંડલા બાયપાસ ખાતે શિફ્ટ થઈ જવા તાકીદ કરેલ છે અને જરૂર પડ્યે પોલીસ વિભાગને જાણ કરવાની પણ લોકોને ચીમકી આપવામાં આવી