Friday, January 10, 2025

હળવદ તાલુકાના નવાધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રક માંથી ગેરકાયદેસર લોખંડના સળીયા ચોરવાનું કારસ્તાન ઝડપી લેતી એલસીબી

Advertisement

હળવદ તાલુકાના નવાધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રક માંથી ગેરકાયદેસર લોખંડના સળીયા ચોરવાનું કારસ્તાન પકડી પાડી કુલ કિ.રૂ. ૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના આ અંગેની કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ તે આધારે માળીયા મિ.- હળવદ હાઇવેરોડ ઉપર આવેલ ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમા અમુક ઇસમો ગેરકાયદેસર રીતે હાઇવેરોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતી ટ્રકના ડ્રાઇવરો સાથે સંપર્ક સાધી ટ્રકને ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યા તથા ગાડા માર્ગે લઇ જઇ ટ્રકમાં લોખંડના સળીયા ભરેલ ભારીઓ ટ્રાન્સપોર્ટર તથા માલ મંગાવનાર પાર્ટીને ધ્યાનમાં ન આવે તે રીતે ચોરી છુપીથી કાઢે છે જે હકિકત આધારે રેઇડ કરતા હકિકત વાળી જગ્યાએથી અલગ અલગ એમ.એમ.ની સાઇઝના લોખંડના સળીયા કુલ વજન ૪૧,૭૩૦ કિ.ગ્રા. જેની કિ.રૂ. ૨૨,૯૫,૧૫૦/- તથા ટેઇલર નંબર GJ-12-BY-2094 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ ચોરી કે છળકપટ થી મેળવેલ શકમંદ મિલ્કત તરીકે ગણી મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW