મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે મોરબી તાલુકા પોલીસ સ્ટેશના લાલપર ગામ પાસે પાર્ક કરેલ અલગ અલગ ટ્રકોમાંથી આશરે -૦૬ બેટરીની ચોરી થયેલ હોય આ બનાવ અંગે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.એ.દેકાવડીયાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા બીટના માણસોએ વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન બેટરી ચોરી કરનાર ઇસમને શંકાસ્પદ હાલતમાં પ્રથમ ચોરીમાં ગયેલ બેટરી નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦- તથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ એકટીવા મોપેડ કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે પકડી પાડી ઉંડાણપુર્વક માહિતી મેળવી તપાસ કરતા ચોરીમાં ગયેલ અન્ય પાંચ બેટરીઓ કિ.રૂ.૨૫૦૦૦/-ની કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૫૨૩૧૧૫૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે.
આરોપી –
1. મનીષભાઇ S/O જયકિશનભાઇ અનાવડીયા જાતે પ્રજાપતી ઉં.વ.૨૩ વર્ષ ધંધો-મજુરી રહે-પ્લોટ નં.૦૪ રણછોડનગર મોરબી-૦૧ વતનગામ-રતનપર તા-વઢવાણ જી-સુરેન્દ્રનગર
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) ટ્રક બેટરી નંગ-૦૬ કિ.રૂ.૩૦,૦૦૦/-
(૨) ગુન્હામાં ઉપયોગમાં લીધેલ એકટીવા મોપેડ રજી.નં. .GJ-36-C-9009 કિં.રૂ. ૨૫૦૦૦ મળી કૂલ રૂ.૫૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.