Sunday, January 26, 2025

પાટીદાર કરીઅર એકડમી ખાતે GPSC Class 1&2 Prelims પરીક્ષાના ઓનલાઇન એડમિશન ફોર્મ તા.5 જુલાઈ સુધી ભરી શકાશે

Advertisement

મોરબી: સરદારધામ – અમદાવાદ એવમ્ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોરબી સ૨દા૨ધામ “પાટીદાર કરીઅર એકેડેમી ખાતે GPSC Class 1&2 Prelims પરીક્ષા માટે નિ: શુલ્ક તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર થનાર ગુજરાત વહિવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ર પ્રાથમિક પરીક્ષા માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ ૦૫-૦૭-૨૦૨૩ સુધીમાં www.patidarcareeracademy.org પર અરજી કરવાની રહેશે. How to apply ( Batch>GPSC Class-1 & 2 Prelims batch 2023-24 )

અરજી કરેલ ઉમેદવારને પ્રવેશ પરીક્ષાના મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તેમજ દિકરીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામા આવેલ છે.

નીચે મુજબના કેટેગરીમાં સામેલ ઉમેદવારને પ્રવેશ પરીક્ષા વગર પ્રવેશ મળવાપાત્ર રહેશે. જયારે આપેલ કેટેગરીમાં સામેલ ન થનાર ઉમેદવારને પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.

૧) ૧૦,૧૨ તેમજ ગ્રેજયુએશન,તમામમાં ૮૦% કે
તેથી વધુ ટકા,

ર) (CA) અને (CS) તરીકે સફળ થયેલા ઉમેદવાર

(૩) નામાંકીત યુનિવર્સીટીમાં સ્નાતક સ્તરે ગોલ્ડ મેડાલીસ્ટ

(૪) IIT,IMM,NIT BITS PILANI Hi અભ્યાસ લીધેલ

(૫) MBBS,BHMS અને BAMS માં સ્નાતક ડિગ્રી

(૬) માં-બાપ વિનાના દિકરાઓ દિકરીઓ

(૭) ત્યકતા-વિધવા બહેનોની દીકરીઓ

(૮) વિધવા અથવા ત્યકતા વિધાર્થીની

(૯) દિવ્યાંગ દિકરાઓ અને દિકરીઓ(૪૦%કે તેથી વધુ

(૧૦) છેલ્લા ૨ વર્ષમાં ગુજરાત વહીવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ૨ ની રૂબરૂ મુલાકાતમાં ઉપસ્થીત થયા હોય

(૧૧) જે ઉમેદવારો અંતીમ ર વર્ષમાં UPSC PRELIMS
પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય

(૧૨) તેજસ્વી અને જમીન વિહોણા ખેત-મજુરની દિકરીઓને પ્રવેશ પરીક્ષા મેરીટમાં છુટછાટ મળવા પાત્ર રહેશે. પ્રવેશ પરીક્ષા બાદ આપવામાં આવશે.

નોંધ : કેટેગરી ક્રમાંક ૬ થી ૯ અને ૧૨ માં સમાવેશ ઉમેદવારને પ્રવેશ કમીટીની મંજુરીથી વાર્ષિક આવક વગેરે બાબતો તપાસી પ્રવેશ આપવામાં આવશે.

નોંધ : એડમીશન સમયે ૫૧૦૦/- ડીપોઝીટ તરીકે લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓની હાજરી ૮૦% થી વધારે હશે તેઓને સંપુર્ણ ડીપોઝીટ પરત કરવામાં આવશે.

જ્યારે પ્રવેશ પરીક્ષા એવમ્ આયોજન અંગે વિગતવાર માહિતી વેબસાઇટ પર આપેલ છે. તેમજ પ્રવેશ પરીક્ષા અંદાજીત તા. ૧૦/૦૭/૨૦૨૩ જ્યારે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, કન્યા છાત્રાલય રોડ, ન્યુ બસ સ્ટેન્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે શરૂ કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW