*”નવયુગ પ્રેપ સેક્શન જ્યાં લેવાઈ છે એજ્યુકેશન ની સાથે સાથે આરોગ્યની પણ કાળજી”*
*નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલએ માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ 250 થી વધુ પેરેન્ટ્સ નો વિશ્વાસ જીતી શિક્ષણ ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપ્યો છે ,તેનું માત્ર ને માત્ર એક કારણ હોય તો નવયુગની એજ્યુકેશન સિસ્ટમ.*
*એજયુકેશનની સાથે સાથ આરોગ્ય,ધાર્મિક,સામાજિક તેમજ અન્ય ઘણીબધી એક્ટિવિટી દ્વારા બાળકોને અનોખી રીતે પ્રેક્ટિકલ નોલેજ આપે છે*
*જેમાં આજે doctor’s day નિમિતે મોરબીના ખ્યાતનામ ડેન્ટિસ્ટ ડોકટોરોને આમંત્રિત કરી બાળકોને દાંતનું શરીરમાં મહત્વ,દાંતની કાળજી કેવી રીતે રાખવી તેનું પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું હતું તેમજ તમામ બાળકોનું હેલ્થ ચેક અપ કરી આપ્યું હતું જેમાં ડો.દિપક ગામી,ડો.મનીષ અઘારા,ડો. નીતિન છનિયારા,ડો.પ્રાચી સંઘવી અને ડો.ઋત્વી વિરમગામા વગેરે ડોક્ટરોની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી નાના બાળકો સાથે ડોક્ટર ડે ઉજવ્યો હતો.સમગ્ર આયોજન કરવા બદલ પ્રિન્સિપાલ,કોઓર્ડિનેટર તેમજ શિક્ષકોની ટીમને પ્રમુખ પી.ડી.કાંજીયા એ અભિનંદન પાઠવ્યા હતા.*
*તેમજ ઉપસ્થિત તમામ ડોકટરોનો હ્રદયપુર્વક આભાર માન્યો હતો.*