Saturday, January 11, 2025

*ગુરુ* – *વીડીયો* , *રીલ* કે *જ્ઞાનનું* *વટરૂક્ષ* ??

Advertisement

આજે પવિત્ર દિવસ એટલે કે ગુરુપૂર્ણિમાનો દિવસ છે .જેને વેદ વ્યાસ પૂર્ણિમા પણ કહે છે .કારણ કે ,મહર્ષિ વેદ વ્યાસને આદિ ગુરુ તરીકે ઓળખવામાં આવે છે વગેરે વગેરે .આપણો ઈતિહાસ આપણે વાંચ્યો હશે ,પરંતુ આજના સમયમાં ગુરુપૂર્ણિમા અને ગુરુ નું શું મહત્વ છે તે જોવા જઈએ તો લોકો પાસે અનેક ગુરુઓ છે. મતલબ કે ,સોશિયલ મીડિયામાં ઉભરાતા ગુરુઓ લોકો એક સાચા ગુરુની શોધ નથી કરી શકતા, પરંતુ સોશિયલ મીડિયામાં અનેક ગુરુઓનું આંધળું અનુકરણ કરવા લાગ્યા છે .ક્યાંક ને ક્યાંક વર્ચ્યુઅલ ભણતર અને વર્ચ્યુઅલ ગુરુઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
આપણે ગુરુ શબ્દને પણ મર્યાદિત બનાવી દીધો છે. ગુરુ એટલે જ્ઞાની હોય કે ન હોય પરંતુ ડિગ્રી હોવી જોઈએ અને માત્ર ભણતર સુધી જ ગુરુની જરૂર છે એવી માન્યતાઓને મગજમાં રાખી છે ,પરંતુ ગુરુ તો એક એવો વ્યક્તિ છે કે જે સાચા પથ પર ચાલવાનું માર્ગદર્શન આપે, અંધારામાં રસ્તો શોધવાની હિંમત આપે ,જિંદગીના કોઈડા ઉકેલવા ના રસ્તાઓ દેખાડે ,સાહસિકતા સાથે જિંદગીને સફર માણવા માટે સાથ આપે માત્ર એક વર્ષ કે બે વર્ષ નહીં, પરંતુ જિંદગીના અંત સુધી સાથે રહેતા હોય છે ગુરુ.
પરંતુ આજના બાળકોને કોઈપણ માહિતી જોઈએ છે તો તરત જ સોશિયલ મીડિયામાં જઈને માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે હા ,તે ખોટું પણ નથી, પરંતુ આજકાલ ઘણા બધા લોકો અધૂરી માહિતી લઈને અલગ અલગ માધ્યમ દ્વારા લોકોને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી શકે છે .બાળકોની ઉંમર પણ પરિપક્વ નથી હોતી એટલે એના પર પૂરેપૂરો વિશ્વાસ બેસે છે સાથે આંધળું અનુકરણ પણ કરે છે .આજના બાળકોને વાસ્તવિક ગુરુ અને તેમની સલાહ, માર્ગદર્શન, શિષ્ટતા, કડકાઈ બહુ જ કડવી લાગે છે, પરંતુ વાસ્તવિક ગુરુ તેનામાં ભણતર સાથે સંસ્કારનું પણ સિંચન કરે છે .જ્યારે કોઈ કપરી પરિસ્થિતિ આવે ત્યારે વાસ્તવિક ગુરૂ હાથ પકડે છે કોઈ સોશિયલ મીડિયા ના ગુરુ કે જે લાખો સબસ્ક્રાઇબ ધરાવતા હોય તે ગુરુ નહીં. સોશિયલ મીડિયામાંથી માહિતી મેળવવી અને કંઈક નવું શીખવું એ કંઈ ખોટું નથી ,પરંતુ કોઈ પણ જાતના નિરીક્ષણ કર્યા વગર ,વાસ્તવિકતા જાણ્યા વગર ,પોતાના વિચારો વગર માત્ર આંધળું અનુકરણ કરવું એ કેટલી હદે વ્યાજબી છે ?એ માત્ર પતન ના માર્ગે લઈ જઈ શકે છે .તેથી આજે સંકલ્પ કરીએ કે વાસ્તવિક ગુરુ નો હાથ પકડી પોતાની હિંમત ,મહેનત અને બુદ્ધિથી જીવનના માર્ગે ચાલીએ અને સફરને માણીએ પોતાના, જીવનના ધ્યેય ને હાસિલ કરીએ.
*થીંકીંગ* *પોઇન્ટ*
” સોશિયલ મીડિયાના અનેક ગુરુઓનો આંધળું અનુકરણ કરવા કરતાં કોઈ એક વાસ્તવિક ગુરુ નો હાથ પકડીએ ”
*લેખિકા* – *મિતલ* *બગથરીયા*

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW