મોરબી સિરામિક ઉદ્યોગમાં પહેલા જ મંદિ ચાલી રહી ને સિરામિક ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે ત્યારે સરકારે વધું એક ફટકો માર્યો છે પ્રોપન ગેસ અને એલપીજી ગેસમાં ઈમ્પોટ ડ્યુટી ૧૨.૫૦% વધારી ૧૫% ટકા કરતાં સિરામિક ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે. જેનાથી સિરામિક ઉદ્યોગ પર માઠી અસર વર્તાશે.
એક તરફ સરકાર મોરબી સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે અને બીજી તરફ તેને મૃતપાય કરવા તરફ પ્રયાસો કરતી હોય તેવુ લાગી રહ્યુ છે. મોરબી સિરામિક ઉદ્યોગને મંદિએ ભરડો લીધો છે ત્યારે સરકાર તેને મંદિમાથી બહાર કાઢવાની બદલે વધુ મંદિ તરફ ધકેલી રહી હોય તેવું લાગે છે. મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલસોના ઉપયોગ બંદ કરી દેતા હાલ સમગ્ર સિરામિક ઉદ્યોગ ગેસ પર ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ક્યાંરેક ગેસના ભાવમાં વધારો તો ક્યારેક ઈમ્પોટ ડ્યુટીમાં વધોરો ઝીંક્યા રાખે છે હવે હવે સિરામિક ઉદ્યોગકારોને પરવડે તેમ નથી ત્યારે મોરબી સીરામીક ઉઘોગમા વપરાતા પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમા ઈમ્પોટઁ ડ્યુટી ૨.૫૦% હતી જેમા ૧ જુલાઈથી કેન્દ્ર સરકાર દૃારા ઈમ્પોટઁ ડ્યુટી ૧૨.૫૦% વઘારીને ૧૫% કરતા સીરામીક ઉઘોગ ઉપર માઠી અસર થશે, ખાસ કરીને સીરામીક ઉઘોગના ઉત્પાદનમા ફ્યુલ તરીકે વપરાતા નેચરલ ગેસ અને પ્રોપેન, એલપીજી ગેસનો મોટો હિસ્સો હોય છે, જેમા નેચરલ ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વઘુ હોવાથી અને પ્રોપેન એલપીજીમા ડ્યુટી વઘવાથી ઉઘોગકારોને વૈશ્ર્વિક માકેઁટમા ટકી રહેવા એક માત્ર વિકલ્પ હતો તે પણ બંઘ થઈ ગયો!!, જેથી સીરામીક ઉઘોગને એક્સપોટઁ માકેઁટમા ચાઈના સામે હરિફાઈમા ટકવુ અઘરુ બની રહેશે અને એક્સપોટઁ ઉપર માઠી અસર થશે.