મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સો મનસુખભાઇ મોહનભાઈ રાઠોડ, સવજીભાઈ વિજાભાઈ સિણોજીયા, હરેશભાઈ ભગવાનભાઈ રાતોજા, અનિલભાઈ દેવજીભાઈ રાતોજા, વાસુદેવભાઇ વીરજીભાઈ ગોઠી, ચંદુભાઈ ત્રિભોવનભાઈ ગોઠી, મુકુંદભાઈ પરસોત્તમભાઈ રાવલ રહે. બધા સાપકડા ગામ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન હળવદ પોલીસે ઝડપી લઇ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.